અમરેલી મારૂતી સુઝુકી શો રૂમ પાસેથી કતલખાને લઈ જવાતાં ૧૧ પશુઓને બચાવાયા હતા. ગઢડામાં રહેતા ઈલીયાશભાઈ યુનુશભાઈ સુવાણ તથા બગસરામાં રહેતા પ્રફુલભાઈ જીણાભાઈ ગોહેલ કતલ કરવાના ઇરાદે, તેમના ટ્રકમાં ભેંસ જીવ નંગ ૭, તેમજ નાના ભેંસના બચ્ચા નંગ ૪ ને ટ્રકમાં બાંધીને કતલ કરવાના ઈરાદે લઈ જતા ઝડપાયા હતા. પોલીસે ટ્રક, પશુઓ મળી કુલ ૬,૯૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.









































