સાવરકુંડલાના બેટીયાવાસમાં મહિલા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩ બોટલ મળી હતી. પોલીસે ૨૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં ૭ મહિલા સહિત ૨૪ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય જિલ્લામાંથી ૧૨ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.










































