અમરેલીમાં તું મારી સામે કાતર કેમ મારે છે કહી ધકકો મારી પ્રૌઢને પછાડી દીધો હતો. આ કેસમાં બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. ધનસુખભાઈ દેવરાજભાઈ માંડલીયા (ઉ.વ ૮૨)એ ભાવીનભાઇ માડંલીયા તથા કલ્પનાબેન માડંલીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પૌત્રને આરોપીએ કહ્યું કે, તું મારી સામે કાતર કેમ મારે છે તેમ કહી ધકકો મારી પછાડી દીધો હતો. ગાળો આપી હતી, જે બાબતે તેઓ ઠપકો આપવા જતા ઉશ્કેરાઇને ખરાબ ગાળો આપી શરીરે બાખોડીયા ભરી ઇજા કરી હતી. તેમજ તેમનેતથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ભાવિનભાઈ જીતેન્દ્રભાઈ માંડલીયા (ઉ.વ૩૫)એ ભૌતિકભાઇ માડંલીયા, નિલેષભાઇ ઉર્ફે રાજીભાઇ માડંલીયા, ધનસુખભાઇ માડંલીયા તથા માલતીબેન માડંલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના ઘરની બહાર ઉભા હતા. તે દરમ્યાન આરોપીઓએ આવી તેમને ગાળો આપી શરીરે ઢીંકાપાટુ વડે મુંઢમાર માર્યો હતો. મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સાહેદને પણ ગાળો આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાનભાઇ યાસીનભાઇ કાઝી વધુ તપાસ કરી રહ્યા છે.