અમદાવાદ શહેરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વકીલને અમદાવાદમાં ફ્‌લેટ અપાવવાના બહાને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે અમરેલીમાં રહી વકીલાતનો ધંધો કરતા સંજયભાઇ અરવિંદભાઇ મહેતા (ઉવ.૫૧) એ અમદાવાદમાં રહેતા ધવલભાઇ અજયભાઇ ભાટીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અમરેલીના વકીલને અમદાવાદના જાણીતા વિસ્તાર ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલા ‘બી-૦૨’ ટાવરના ફ્‌લેટ નંબર ૮૦૨નું બાનાખત કરાવી આપી આરોપીએ જાળ બિછાવી હતી. આ સોદા પેટે આરોપીએ અલગ-અલગ તારીખ અને સમયે ફરિયાદી વકીલ પાસેથી ઓનલાઇન અને ઇ્‌ય્જી મારફતે નાણાં મેળવ્યા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી કુલ રૂ. ૭,૦૫,૩૦૦ જેટલી રકમ પડાવી લીધી હતી. નાણાં મેળવી લીધા બાદ પણ ફ્‌લેટનો દસ્તાવેજ કરી ન આપી, વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમરેલીમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.