પવિત્ર રમજાન માસ દરમિયાન રાજુલાના ૭ વર્ષના ઝૈદ રહીમભાઈ જોખિયાએ જીવનનું પહેલું રોઝુ રાખ્યું. વહેલી સવારે શહેરી કરીને તેણે રોજાની શરૂઆત કરી અને સાંજે ઈફતાર બાદ જ ભોજન લીધુ હતુ. અંદાજે ૧૪ કલાક સુધી ઉપવાસ રાખવો મોટા લોકો માટે પણ પડકારરૂપ હોય છે, ત્યારે ઝૈદની આ નિષ્ઠા પ્રશંસનીય છે. તેણે અલ્લાહની બંદગી સાથે વિશ્વ શાંતિ માટે દુઆ કરી. પરિવાર અને સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી. મોટા લીલીયાના રહીશ હનીફભાઈ ખલીફાના માત્ર ૭ વર્ષના રીજવાને પોતા ની ઝીંદગીનું પ્રથમ રોજુ રાખી અલ્લાહની બંદગી કરી હતી આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી ને સાંજે રોજુ ખોલવાનું હોય ત્યારે માત્ર ૭ વર્ષના બાળક રીજવાને રોઝુ રાખી અલ્લાહની બંદગી કરી હતી.