કોડીનારના શેઢાયા ગ્રામ પંચાયત ખાતે ભવ્ય આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં લોકોએ નવા કાર્ડ કઢાવવા અને સુધારા જેવી કામગીરી કરાવી હતી.સરપંચ કનુભાઈ લાખણોત્રા, માજી સરપંચ બોઘાભાઈ ભેડા અને પંચાયત બોડીના સદસ્યોએ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો. ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા લીધેલા આ પગલાં છતાં, હજુ ૧૦૦ જેટલા લોકો દસ્તાવેજોના અભાવે બાકી છે. આથી, ગ્રામ પંચાયત દ્વારા આગામી ૧૫ દિવસમાં ફરી કેમ્પ યોજવા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે, જેથી ગામમાં ૧૦૦% આધાર અપડેશન પૂર્ણ કરી શકાય.










































