અમરેલી પોલીસે જુદા જુદા ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ કિસ્સામાં, શહેરના ટાવર રોડ વિસ્તારના તોફીક રફીકભાઇ સોલંકી અને વરૂડી ગામના કાળુભાઇ સોમાભાઇ રાઠોડ વિરુદ્ધ જાહેર રોડ પર પોતાની ઇક્કો કાર (GJ-૦૪-CJ-૩૩૪૬ અને GJ-૧૧-CL-૨૫૦૪) ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે અમરેલીના વાહિદભાઇ મહમદભાઇ મલેક સામે ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ ફરિયાદી ખુશ્બુ હુસેનભાઈ ચૌહાણના ઘરે ગેરકાયદે પ્રવેશ કરી, ફળીયામાં પાર્ક કરેલી રૂ. ૭૦,૦૦૦ની કિંમતની સુઝુકી બર્ગમેન મોટરસાઇકલ (GJ-૧૪-BH-૯૫૩૪) પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દેતા ભારે ચકચાર મચી છે. પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે.











































