સાસુએ ધીમે બોલ અહી બધા રહે છે તેમ કરી ઝઘડો શરૂ કર્યો
વડીયા તાલુકાના લુણીધાર ગામે રહેતી એક પરિણીતાને ફોન પર વાત કરવા બાબતે સાસરિયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. ગુરૂવારની સાંજે લુણીધાર ગામે રહેતા દયાબેન રાજુભાઈ ચાવડા (ઉ.વ. ૩૫) પોતાના પતિ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના સાસુ કંચનબેને “ધીમે બોલ, અહીં બધા રહે છે” તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં સસરા ભરતભાઈ, દિયર જયસુખભાઈ અને દેરાણી ચેતનાબેન સહિતના સભ્યોએ ભેગા મળી દયાબેન સાથે ગાળાગાળી કરી હતી.પરિસ્થિતિ વણસતા દયાબેને અમરેલી રહેતા તેમના ભાઈ દિનેશભાઈને બોલાવ્યા હતા. જોકે, અન્ય આરોપીઓ કાકાજી સસરા અરવિંદભાઈ અને દિયર કમલેશભાઈએ દિનેશભાઈને પણ મારવા દોડી, “અહીંથી જતો રહે, નહિતર જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી હતી. હાલમાં દયાબેને કુલ ૬ સાસરિયાઓ વિરુદ્ધ અવારનવાર માનસિક-શારીરિક દુઃખ ત્રાસ આપવા અને મદદગારી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.