હીપાવડલીના સુપ્રસિદ્ધ લટુરિયા હનુમાનજી મંદિર ખાતે મહામંડલેશ્વર જસુબાપુના હસ્તે ૧૯ આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભાવેશભાઈ ભુવાએ આર્મી જવાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પૂજ્ય જસુબાપુએ વીર સપૂતોને શાલ, ખેસ અને મોમેન્ટો આપી બિરદાવ્યા હતા. રમેશ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પ્રસંગે દેશભક્તિના ગીતો સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું.