મોટા ભંડારીયાની કોલેજ ઓફ એગ્રીકલ્ચરના એન. એસ.એસ. યુનિટ હેઠળ તા. ૯ થી ૧૫ સુધી બગસરામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં એન.એસ.એસ. સ્વયંસેવકોએ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, વ્યસન મુક્તિ, પ્રાકૃતિક ખેતી જાગૃતિ, વૃક્ષારોપણ, શેરી નાટક તેમજ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે જાગૃતિ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઉપરાંત ૧૦૮ ઇમરજન્સી સેવા, સાયબર સિક્યુરિટી તથા ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં પણ સ્વયંસેવકોએ જાગૃતિ કેળવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કિરણબેન ચંદ્રવાડીયા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તથા કોલેજ ઓફ એગ્રીકલ્ચરના પ્રિન્સિપાલ ડો. ડી.એસ. કેલૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.









































