તાજેતરની ઘટનાઓએ બોલિવૂડ ઉદ્યોગમાં સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી છે. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર બાદ, સુપરસ્ટાર સલમાન ખાનના સાળા અને અભિનેતા આયુષ શર્માને બુધવારે ધમકીભર્યો ઈમેલ મળ્યો. આ ઘટના અભિનેતા રણવીર સિંહને વોટ્સએપ પર વોઇસ નોટ દ્વારા ધમકી મળ્યાના એક દિવસ પછી જ બની છે. આ ઘટનાઓએ ફિલ્મ ઉદ્યોગ અને પોલીસ વહીવટીતંત્ર બંનેનું ધ્યાન ખેંચ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આયુષ શર્માને ઇમેઇલ મોકલનાર વ્યકિત એ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય તરીકે ઓળખાવી હતી. જાકે આ દાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, કે ઇમેઇલની સંપૂર્ણ સામગ્રી જાહેર કરવામાં આવી નથી. આયુષ શર્મા દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, આ બાબતની ગંભીરતાને જાતાં, મુંબઈ પોલીસે સુઓમોટો સંજ્ઞાન લીધું છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઇમેઇલ ખરેખર કોઈ સંગઠિત ગેંગ સાથે જાડાયેલો છે કે કોઈ તોફાની વ્યકિતનું કામ છે.
એ પણ નોંધનીય છે કે આયુષ દ્વારા મળેલી ધમકી રણવીર સિંહ દ્વારા મળેલી ધમકીના થોડા સમય પછી જ આવી છે. શરૂઆતના અહેવાલો અનુસાર, રણવીર સિંહના સહાયકને એક અજાણ્યા નંબર પરથી એક વોટ્સએપ વોઇસ નોટ મળી હતી, જેમાં કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે આ ઘટનાઓ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોઈ શકે છે અને તેનો હેતુ ખંડણી હોઈ શકે છે. જાકે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ કાઢવો અકાળ ગણાશે.
દરમિયાન, ગયા અઠવાડિયે, ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી. એક અજાણ્યા શૂટરે ઘરની બહાર પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી અને પુણેથી પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી. મંગળવારે, મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીના ઘર બહાર ગોળીબારની ઘટનામાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ર્સ્ઝ્રંઝ્રછ) હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીઓને ખાસ ર્સ્ઝ્રંઝ્રછ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે.
આયુષ શર્માની કારકિર્દીની વાત કરીએ તો, તેણે ૨૦૧૮ માં વારિના હુસૈન સાથેની ફિલ્મ “લવયાત્રી” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ૩૫ વર્ષીય અભિનેતા છેલ્લે ૨૦૨૪ માં આવેલી એક્શન થ્રીલર “રુસલાન” માં જાવા મળ્યા હતા, જેમાં વિદ્યા માલવડે, જગપતિ બાબુ અને શ્રીમતી મિશ્રા પણ હતા. મુંબઈ પોલીસ હાલમાં આ બધા કેસોની સંપૂર્ણ તપાસ કરી રહી છે. ફિલ્મ ઉદ્યોગમાં આ તાજેતરના વિકાસથી સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.















































