ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટે ૧૨ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ સુધી સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન ટોલ-ફ્રી હેલ્પલાઇન કાર્યરત રહેશે. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા જેવા કે બગસરા, વડીયા, જાફરાબાદ અને સાવરકુંડલાના તજજ્ઞોના સંપર્ક નંબર જાહેર કરાયા છે.










































