ખાંભાના ચક્રાવામાં કેન્સરથી કંટાળી પુરુષે આપઘાતની કોશિશ કરી હતી. આ અંગે દિપાબેન સામતભાઇ સોંદરવા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ સામતભાઇ નાજાભાઇ સોંદરવા (ઉ.વ.૩૦)ને છેલ્લા એક વર્ષથી મોઢાનું કેન્સર હતું. આ કેન્સરની બીમારીથી કંટાળી બપોરના આશરે એકાદ વાગ્યે જાહેર કરનારના ઘરે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાની કોશીષ કરતા સારવારમાં દાખલ કર્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.










































