બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ અને ચુંટણીના મજબૂત ઉમેદવાર શ્રીદિલીપભાઈ પટેલે આજે અમરેલીની મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ સુમિતભાઈ વોરા અને યોગેશભાઈ ઉદાણી હાજર રહ્યા હતા. પટેલે જિલ્લાના વિવિધ તાલુકાના વકીલોને મળીને પોતાના પક્ષ માટે સમર્થન માંગ્યું અને ભવ્ય બહુમતીથી જીતવાની અપીલ કરી. આ અવસરે અમરેલીના વકીલમિત્રોએ શાલ અને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કર્યું. સૌરાષ્ટ્રના ૧૦૮ તરીકે ઓળખાતા પટેલને વકીલોએ જંગી બહુમતી આપવાની ખાતરી પણ આપી હતી.