રાજુલાના જાપોદર ગામે વેપારીએ દુકાન બંધ કરી દીધી હોવાથી બીડી આપવાની ના પાડતાં મુંઢમાર માર્યો હતો. મધુભાઇ દેવાયતભાઇ ધાખડાએ મહેશભાઇ મનુભાઇ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની રાજુલા આગરીયા જકાતનાકા પાસે પાન-બીડીની દુકાન આવેલી છે. તે દુકાન બંધ કરી તેઓ તેમના ઘરે જતા હોય તે વખતે આરોપી તેના હાથમાં લાકડી લઇ આવ્યો હતો. તેમની પાસે બીડી માંગતા તેમણે દુકાન બંધ કરી દીધી હોય બીડી આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પાટુ મારી નીચે પછાડી દીધા હતા. ઢીકાપાટુનો મુંઢમાર મારી શરીરે મુંઢ ઇજા કરી હતી અને લાકડીનો ઘા મારી ફ્રેકચર કર્યું હતું. ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઇ મુહાભાઇ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































