દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારના રોજ નાણા બજેટ રજૂ કર્યું હતું આ બજેટ ખેડૂતો ગ્રામીણ વિસ્તારો,પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે ખાસ પ્રોત્સાહન આપતું બજેટ છે. આ બજેટને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરાએ આવકાર્યું છે હિરેન હિરપરાએ આ બજેટને લઈને જણાવ્યું હતું કે નાણાકીય ફાળવણી સાથે ભારતના ગ્રામીણ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અને રોજગારી ઊભી કરવા માટે આ બજેટ મદદરૂપ બનશે આ બજેટમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રૂ. ૧.૬૩ લાખ કરોડની વ્યવસ્થાઓ કરવામાં આવી છે નાળિયેર કોકો કાજુ અને તેલીબીયા જેવા પાકો ડિજિટલ ટેકનોલોજી પશુપાલન અને માછીમારી માટે સહાય અને યોજનાઓ આ બજેટમાં ફાળવવામાં આવી છે આમ આ બજેટ ખેડૂતોને ગ્રામીણ વિકાસ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ જ આવકારદાયક છે તેમ અંતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્યું હતું.









































