આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનાત્મક સ્તરે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ધીરુભાઈ વહાણીની નિમણૂક થતા પક્ષમાં ઉત્સાહનો માહોલ છે. આ નિમણૂકને વધાવવા માટે નાની કુંડળ ગામે તમામ સમાજ દ્વારા ધીરુભાઈ વહાણીનું શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા જનહિત અને તાલુકાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહી છે. આગામી ચૂંટણીમાં મજબૂત, લોકપ્રિય અને સેવાભાવી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.









































