ગુજરાતમાં શુક્રવારની સવારે ગોઝારી સાબિત થઈ છે. ગુજરાતમાં વહેલી સવારથી અકસ્માતો સમાચાર આવી રહ્યા છે. ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં સર્જાયેલા ત્રણ અકસ્માતમાં ૬ લોકોના મોત નિપજ્યા છે. તેમાં જસદણમાં પુલ નીચે પડેલી કારમાં આગ લાગતા ત્રણ લોકો ભડથુ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
વડોદરા નેશનલ હાઈવે ૪૮ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કરજણ ધાવટ ચોકડી બ્રિજ પર ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે, ઔરંગાબાદથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ સાઈડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં અકસ્માતમાં બસમાં બેઠેલા ૧૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો ૨ મુસાફરોના મોત નિપજ્યા છે. કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
જસદણના દડવા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કર ડિવાઈડર સાથે અથડાતા પૂલ નીચે ખાબકી હતી. જાકે, પુલ નીચે પડતા કાર ભડભડ સળગી ઉઠી હતી. આ કારમાં ત્રણ લોકોના મોત હોવાની પ્રાથમિક માહિતી છે. આગ લાગતા થયા ત્રણ લોકો ભડથું થયા છે. કારમાં એક પરિવારના ત્રણ લોકો હોવાની માહિતી સાંપડી છે. વહેલી સવારે ૫ઃ૦૦ વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. ગોંડલ પાલિકા દ્વારા ગેસ કટર થી કાપી મૃતદેહને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.
રાજકોટથી પણ અકસ્માતની ખબર સામે આવી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. માલિયાસણ ગામ પાસે અજાણી કારે વૃદ્ધને હડફેટે લઈ કાર ચાલક ફરાર થયો હતો. વાળીએથી ઘરે જતા વૃદ્ધને અજાણી કાર અડફેટે લઈ ફરાર થયો હતો. જેમાં કુવાડવામાં ૬૫ વર્ષીય મહિલા વાલાભાઈ કટેસણીયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલકને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.