બગસરા શહેરમાં તાજેતરમાં સથવારા સમાજની વાડી ખાતે રંગાડીયા પરિવારનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. આશિષ તથા આસ્થા તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવવા જઈ રહ્યા હતા. લગ્નની તારીખ સાથે સાથે પ્રજાસત્તાક દિનને ધ્યાને લઈ રંગાડીયા પરિવાર દ્વારા આ દિવસે લગ્ન વિધિ દરમિયાન ઉપસ્થિત નવદંપતી, તેમના બંનેના પરિવાર તથા સથવારા સમાજ દ્વારા વાડીના પટાંગણમાં જ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. તેમજ સૌએ માનપૂર્વક રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. લગ્ન પ્રસંગમાં લગ્નના ગીતો સાથે સાથે રાષ્ટ્રગીતને સન્માન આપી સથવારા સમાજ દ્વારા નવી રાહ ચીંધવામાં આવી છે.