ધારી તાલુકાના સરસીયા ગામે તાજેતરમાં એક દેવીપૂજક પરિવારના વૃદ્ધ સભ્યને પેરાલીસીસનો હુમલો આવ્યો હતો. આ હુમલામાં તેમનું અડધું શરીર હલનચલન કરતું બંધ થઈ ગયેલું. આ વૃદ્ધ ખાટલાવશ થઇ ગયેલ છે તેવી જાણ થતાની સાથે જીતુભાઈ શેલડીયાએ મદદ માટે હાથ લાંબો કરેલ છે. બજરંગ ગ્રુપનાં પ્રમુખ પરેશભાઈ પટ્ટણીએ જીતુભાઈ શેલડીયાને જાણ કરતાની સાથે તેમણે દેવીપૂજક કાળુભાઈની મુલાકાત લઈને તેમને એક વ્હીલચેર અર્પણ કરી હતી. દાનવીર જીતુભાઈ શેલડીયાએ સામાજિક સેવાનો યજ્ઞ પણ શરૂ કર્યો છે. ગરીબોને ધાબળાનું વિતરણ, બાળકોને એજ્યુકેશન કીટ, જરૂરિયાતમંદોને અનાજ-કરિયાણાની વ્યવસ્થા કરી આપે છે. દેવીપૂજક પરિવારે જીતુભાઇનો આભાર માન્યો હતો.










































