કઠલાલમાં દોઢ કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના પ્રકરણમાં ઁપીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ કેસમાં ખેડાના કઠલાલમાં કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂના કટિંગ વખતે જ દરોડા પાડયા હતા.કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ ઝડપાતા ચક્ચાર મચી ગઈ હતી. જેને લઈને રેન્જ આઇજીએ પીઆઇ એમ.બી. ભગોરાને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. તપાસમાં કઠલાલ પોલીસની હદના ગાડવેલ ગામે દારૂનું હતું કટિંગ થતું હોવાનું બહાર આવ્યું હતું. પંજાબથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર કઠલાલ પહોંચ્યું હતું. બાદમાં આ સમગ્ર કેસમાં પીઆઇ ભગોરાની બેદરકારી જણાતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.








































