શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજ સાવરકુંડલામાં તારીખ ૭/૧૧/૨૦૨૫ના રોજ સરકારના આદેશ મુજબ રાષ્ટ્રગીત વંદે માતરમ્ની ૧૫૦ મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતમાતાની સેવા કરવા, રાષ્ટ્રીય સ્વતંત્રતાના હેતુથી તથા રાષ્ટ્રગૌરવ માટે કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્ય તથા અધ્યાપકો દ્વારા સ્વદેશી શપથ લેવામાં આવ્યા હતા. તેમજ વંદે માતરમ્ રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય તથા સમગ્ર સ્ટાફ મિત્રોનો સહકાર મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રમય બન્યું હતું.








































