જાફરાબાદ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક ખેતરોમાં મગફળીના પાથરા પણ તણાઈ ગયા છે. આ ઉપરાંત સોયાબીન, કપાસ સહિત ઘણા પાકોમાં નુકસાની થઇ છે. આ માટે રોહિસા ગામના સરપંચ જીતુભાઈ મકવાણા, કડીયાળીના સરપંચ સવજીભાઈ વઢેરા, સરપંચ લખમણભાઇ અને જિલ્લા
પંચાયત કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ વાલાભાઈ કોટડીયા સહિતના આગેવાનો તેમજ ખેડૂતોએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને લેખિતમાં ખેડૂતોને સહાય આપવાની માંગણી કરી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ સરકારમાં ખેડૂતોને ઝડપથી અને વધુ સહાય મળે તે અંગે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક અને લેખિત રજૂઆતો કરી છે. આ માવઠાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે અને મજૂર વર્ગ પણ હાલ મુસીબતમાં મુકાયો છે. બીજી તરફ જાફરાબાદના માછીમારોને પણ મોટાપાયે લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને તેમને પણ સહાય આપવાની માંગ થઈ છે.








































