અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર ૪૮ પર ટ્રકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થવાની છે, જેના આધારે પોલીસકર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર એનએલ-૦૧-એલ-૭૮૨૮ આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાÂસ્ટકની બેગ મળી આવી હતી, જાકે વધુ સઘન તપાસ કરતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.પ્લાÂસ્ટકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂ. ૧.૩૬ કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની ૨૬ હજાર નંગ બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧.૫૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ૬ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.સ્ટે