અમરેલીમાં સંઘના શતાબ્દી પર્વની શરૂઆત વિજયાદશમી ઉત્સવથી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ અમરેલીમાં વિશાળ સંખ્યામાં ઘોષ સાથે સ્વયંસેવકોનું પથ સંચલન નીકળ્યું હતું. નગરજનો દ્વારા માર્ગો પર ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા વડે ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફોરવર્ડ હાઈસ્કૂલના પટાંગણમાં વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ‘રઘુ રમકડું’ નામથી જાણીતા રઘુભાઈ કટકીયાએ સંઘ સ્થાપનાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘ભારતનું ભાવિ સંઘમાં ઘડાઇ રહ્યુ છે.’ આ કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રાંતના સમરસતા સંયોજક જતીનભાઈ નાણાવટીએ ડો. હેડગેવારજીના પ્રસંગો યાદ કર્યા હતા. આ કાર્યક્રમ નિહાળવા સંઘ પરિવારના સભ્યો તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









































