શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી.ની બગસરા શાખામાંથી દર્શનભાઈ ચંદુભાઈ હિરપરા (રહે, બગસરા) એ રૂ. ૯૮,૦૦૦/- ની લોન ધિરાણ લીધેલ. જે લોન પેટે ચડત રકમ રૂ. ૯૬,૨૫૬/- ભરપાઈ કરવા માટે ચેક આપેલ હતો, જે ચેક મંડળી દ્વારા બેંકમાં વટાવવા નાખતા અપૂરતા ભંડોળ સાથે પરત થયેલ હોય જેથી આરોપી વિરુધ્ધ બગસરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી મંડળીના વકીલ મારફત આરોપીને નોટીસ આપવામાં આવેલ તેમ છતાં તેમણે લેણી રકમ ન ચૂકવતા મંડળીના મંત્રી જયદીપભાઈ બાલુભાઈ હિરપરા દ્વારા ફરિયાદ દાખલ કરેલ હતી. જે બગસરા કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને છ માસની સજા અને ચેકની રકમ ચુકવવા હુકમ કરેલ છે. બગસરાની કોર્ટે મંડળીના વકીલ પી.ડી. દાંતી (ગઢવી) અને વિશાલ જે. માળવીની દલીલો ગ્રાહ્ય રાખી હતી.