અમરેલીમાં વિદ્યાસભા સંકુલ ખાતે તા.૨૦/૦૮/૨૫ના રોજ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કે.કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અનેરી સિદ્ધિ મેળવી હતી. અન્ડર-૧૯ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી રાતડીયા દિપકે ૫ કિ.મી. મેરેથોનમાં પ્રથમ ક્રમાંક અને ૧૫૦૦ મી. દોડમાં દ્વિતીય તેમ જ અગવાન ફૈઝાનએ બરછી ફેંકમાં તૃતીય નંબર મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે. આ બંને ખેલાડીઓને માર્ગદર્શન અને કોચિંગ શાળાના વ્યાયામ શિક્ષક વિપુલભાઈ દવેએ આપ્યું હતું. વિજેતા ખેલાડી અને વ્યાયામ શિક્ષકને શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ તથા નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, ઉ.પ્રમુખ કનુભાઈ ગેડિયા, મેને. ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા વગેરેએ શુભકામનાઓ પાઠવી છે.










































