બાબરાના સીમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક યુવતીને તેના જ ફઇના દીકરાએ હવસનો શિકાર બનાવી હતી. યુવતીને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મધ્યપ્રદેશના વેદપુરી, બડવાની, સિલાવદના રહેવાસી દિનેશ ઉર્ફે ગુઠીયા પાડીયા ગુજર સામે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમની દીકરી રાત્રીના સમયે ખેતરમાં સુતી હતી ત્યારે મોઢું દબાવી ઝૂંપડીમાં જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે ગર્ભ રહી ગયો હતો. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.










































