જામકંડોરણા તાલુકા પાસેનો ફોફળ-૧ ડેમ ૯૦ ટકા ભરાયો હતો. સિંચાઇ વિભાગના સૂત્રો એ જણાવ્યું હતું કે જામકંડોરણા તાલુકા પાસે આવેલો ફોફળ-૧ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. આથી હાઈ એલર્ટ સાથે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે કે, આ યોજના પૂર્ણ ભરાતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. આ સાથે ધોરાજી તાલુકાના વેગડી જામકંડોરણા, દુધીવદર, ઈશ્વરીયા, તરવડા ગામો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો હતો. ડેમની પૂર્ણ જળ સપાટી ૮૧.૭૫ મીટર છે અને ડેમ હાલ ૮૧.૩૫ મીટર ભરાયેલો છે. ડેમમાં હાલ ૪૩.૮૪ ઘન મીટર જળ જથ્થો છે. ડેમમાં હાલ જળની આવક ૫૫૫ ક્યુસેક છે.





































