નાનાભંડરીયા ગામે જલઝીલણી અગિયારસ નિમિત્તે ભગવાન શ્રી ઠાકોરજીને સતાધાર આંબાજળ કાંઠે કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ગ્રામજનો દ્વારા ધૂન-કિર્તન સાથે રમઝટ બોલાવી ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. સતાધાર આપાગીગાના દર્શન કરી શ્રદ્ધાળુઓએ આશીર્વાદ લીધા હતા. ગામના સરપંચ નરેશ ત્રાપસિયાએ શીશ નમાવી ગીગડાપીરના દર્શન કર્યા અને ભક્તજનોને શુભકામનાઓ પાઠવી હતી. આ ધાર્મિક ઉજવણીમાં ભક્તિભાવપૂર્વક ગ્રામજનો ઉમટી પડ્યા હતા.