રાજ્યના શિક્ષણ વિભાગના નવા આદેશ મુજબ ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ પ્રાથમિક શાળાઓનો સમય સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીનો રહેશે. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે શાળાઓ ત્રણ કલાક વહેલી પૂર્ણ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષક મહાસંઘ દ્વારા આ દિવસે રાજ્યવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યમાં શિક્ષકો મોટી સંખ્યામાં જાડાઈ શકે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી શકે તે હેતુથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવ્યો છે.
આ નિર્ણય દ્વારા શિક્ષણ વિભાગે શિક્ષકોના સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપ્યું છે અને તેમને રક્તદાન જેવા ઉમદા કાર્યમાં ભાગ લેવા માટે પૂરતો સમય પૂરો પાડ્યો છે. આ આદેશનું પાલન કરવું તમામ પ્રાથમિક શાળાઓ માટે ફરજિયાત છે. આ જાહેરાત શિક્ષકો અને વાલીઓ બંને માટે રાહતરૂપ બની રહેશે.
૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ રોજ યોજાનાર ભવ્ય મહારક્તદાન શિબિર એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના કર્મચારીઓ દ્વારા માનવતાના મહાદાનનું એક ઉદાહરણ છે. આ શિબિરનું આયોજન ભારત સરકારના મહત્વકાંક્ષી ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યું છે.
આ ભગીરથ કાર્યમાં રાજ્યના તમામ વિભાગોના કર્મચારીઓ ઉમંગભેર જાડાઈ રહ્યા છે. ખાસ કરીને, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત પ્રાથમિક શિક્ષકો પણ આ સમાજાપયોગી પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપવા ઉત્સાહિત છે. આ મહાન કાર્યમાં શિક્ષક ભાઈ-બહેનો સરળતાથી ભાગ લઈ શકે તે હેતુથી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કાર્યાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૧૬/૦૯/૨૦૨૫, મંગળવારના રોજ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીનો રહેશે. આ ફેરફાર ફક્ત આ એક જ દિવસ પૂરતો લાગુ પડશે, જેથી શિક્ષકો સવારે ૧૧ પછી ૩૦૦થી વધુ સ્થળોએ આયોજિત રક્તદાન શિબિરમાં ભાગ લઈ શકે.
રક્તદાન એ જીવનદાન છે. એક નાનકડું યોગદાન કોઈના જીવનને બચાવી શકે છે. રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને આ અવસરનો લાભ લઈને આ માનવતાના મહાદાનમાં જાડાઈ, સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા અપીલ છે. આ નિર્ણય શિક્ષકોને સમાજસેવામાં જાડાવા માટે પ્રોત્સાહિત કરશે અને રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ પણ ફેલાવશે.