રાજુલા પંથકમાં ગુમ થયાની વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હિંડોરણા ગામેથી પરિણીતા પુત્રી સાથે લાપતા બની હતી. જ્યારે વિકટર નેસડા વિસ્તારનો પુરુષ ઘરેથી ચાલી નીકળ્યો હતો. આ અંગે વિકટર નેસડા વિસ્તારમાં રહેતા આરેફાબેન હાજીભાઇ ગાહા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેના પતિ હાજીભાઇ કાળુભાઇ ગાહા (ઉ.વ.૪૫) ૦૬/૦૩/૨૦૨૬ના રોજ ઘરેથી કહ્યા વગર જતા રહ્યા બહતા. બીજા બનાવમાં હિંડોરણા ગામે રહેતા ધીરુભાઇ ખોડાભાઇ ટાણેચા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા પ્રમાણે, તેમના પત્ની મનીષાબેન ધીરૂભાઇ ટાણેચા તેમની પુત્રી સાથે ૦૬/૦૩/૨૦૨૬ના રોજ ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક જતી રહી હતી.