વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશ અને ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ ખાતે ‘સેવા જ્યોત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં જિલ્લામાંથી ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તેવી તૈયારી ચાલી રહી છે.સિટી ગાઇડ જુઓ
કાર્યક્રમને લઈને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ સહિતની વિવિધ કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચવાના હોવાથી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડા. સંજય પરમારના જણાવ્યા મુજબ, આવતીકાલે સવારે ૧૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમ સાથે જોડાશે. તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરશે અને સેવા જ્યોત પ્રગટાવશે.દાન સ્વીકારો
મુખ્ય કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ પહોંચશે. વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન બાદ પ્રતીકાત્મક રીતે ‘સેવા જ્યોત યાત્રા’ અને મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે સોમનાથમાં યોજાનારી પદયાત્રા માટે ત્રણ અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કાર્યક્રમ બાદ આ રૂટ પર સેવા જ્યોત યાત્રા યોજાશે.કાર્યક્રમમાં સાંસદ નિમુબેન બાંભણિયા, રાજેશ ચુડાસમા, માનસિંહ પરમાર સહિત જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ ડા. સંજય પરમાર તેમજ સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેવાના છે.
જિલ્લા ભાજપના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા કાર્યક્રમને લઈને સંગઠન દ્વારા તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સોમનાથ ખાતેની મુખ્ય સભા બાદ સેવા જ્યોત યાત્રા અને મશાલ યાત્રા યોજાશે.







































