શહેરમાં માનવતાને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. મહિલા સાથે શુદ્ધિકરણના નામે પતિ અને તેના કુંટબીજનોએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે. એક મહિલા પોતાના પતિને છોડી અન્ય પુરુષ સાથે રહેવા જતી રહી હતી ત્યારે આ મહિલાનું શુદ્ધિકરણ કરવાના નામે મહિલા સાથે તે પુરુષ પાસે અમાનવીય વર્તન કરાવામાં આવ્યું હતુ. આ સાથે મહિલાના પ્રેમી સાથે પણ અમાનવીય કૃત્ય કરી સમગ્ર બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર પોલીસને જાણ થતા પોલીસે ભોગ બનનાર મહિલાને શોધી સમગ્ર બનાવ અંગે એ ડિવિઝન પોસ પોલીસ મથકે ગુનો નોધી હેવાનિયતની હદ પાર કરનાર ૭ પુરષો અને મદદ કરનાર બે મહિલા સહિત ૯ વ્યક્તિને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બે દિવસ પૂર્વે સુરેન્દ્રનગર શહેરમાં એક પરિણીત મહિલાના શુદ્ધિકરણ કરવાના નામે પરિણીત મહિલા સાથે તેના પ્રેમીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડવામાં આવી હતી. તેમજ તે બાબતનો વિડીયો મોબાઇલ ફોનમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે વાયરલ વીડિયો સુરેન્દ્રનગર પોલીસના ધ્યાને આવતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે સૌપ્રથમ ભોગ બનનાર મહિલાની ઓળખ કરી હતી. તેમજ મહિલાની ઓળખ કર્યા બાદ મહિલાએ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૭૦(૧), ૧૧૫ (૨), ૧૨૭(૩), ૧૪૨, ૩(૫) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ અંતર્ગત પરિણીત મહિલાના પતિ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે ગણતરીની કલાકોમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ દ્વારા પરિણીત મહિલાના પતિ તેમજ બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓએ એકબીજાની મદદથી ફરિયાદી અને તેના પ્રેમીને સુરેન્દ્રનગરમાં ‘ચોખ્ખી કરાવવાની વિધિ’ના નામે તેમની સાથે મારપીટ કરી હતી. લાકડાના ધોકા તથા ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના પ્રેમીને દોરડાથી બાવળના ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને ભોગ બનનાર મહિલાને એક રૂમમાં પૂરી દેવામાં આવી હતી. આરોપીઓએ ભોગ બનનાર મહિલાની મરજી વિરુદ્ધ સૌપ્રથમ તેના પ્રેમીને નીચે સુવડાવવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ ભોગ બનનાર મહિલા સાથે અકુદરતી કામ કરાવવામાં આવ્યું હતુ. તેમજ ત્યારબાદ પ્રેમીને ભોગ બનનાર મહિલાનો પેશાબ પીવાની ફરજ પાડવામાં આવી હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરીને બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી.પોલીસે વીડિયો કયા મોબાઇલ ફોનથી બનાવવામાં આવ્યો, કોના દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો અને તેને આગળ કોણે-કોણે શેર કર્યો તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. ગત ૪ તારીખના રોજ સમગ્ર ઘટના બની હતી. તેમજ બનાવ બન્યાના બીજા દિવસે પોલીસના ધ્યાને વાયરલ વીડિયો આવ્યો હતો. જે વીડિયોના આધારે પોલીસે ભોગ બનનાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહિલાની પૂછપરછમાં તેની સાથે કોણે બળજબરી કરાવવામાં આવી હતી તે સહિતની બાબતો પૂછપરછ કરતા તેણે પોતાના પતિ સહિતના કૌટુંબિક વ્યક્તિઓના નામ પણ આપ્યા હતા. જેના આધારે મહિલાના પતિ સહિતના કુટુંબીજનોની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર મહિલાના પતિને બે પત્ની હોવાનું તેમજ ભોગ બનનાર મહિલાના પ્રેમીને પણ બે પત્ની હોવાનું સામે આવ્યું છે.






































