અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોના વધતા વ્યાપ વચ્ચે વડિયા પંથકના સુરવો ડેમ નજીક સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે દેખાતા સ્થાનિકોમાં ઉત્સાહ ફેલાયો છે. સિંહ પરિવારે મારણ કર્યા બાદ ખુલ્લા મેદાનમાં નિરાંતે આરામ ફરમાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો ડેમની પાળે સિંહદર્શન માટે ઉમટ્યા હતા. સિંહણ અને બચ્ચાઓને નિર્ભય વિહાર કરતા જોઈ પ્રકૃતિપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વન વિભાગ સતર્ક બન્યો હોવાનું જાણવા મળે છે.