ચોમાસાની ભયાનક શરૂઆત સાથે જ ગુજરાત પર ભારે વરસાદી સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એનડીઆરએફની ૬ બટાલિયન દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જિલ્લાઓમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સામે એનડીઆરએફના જવાનોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લીધાં છે. ભારે વરસાદને કારણે પર્વત પાટિયા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તે માટે ની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અને ત્વરિત રેસ્ક્યુ કામગીરી માટે સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન, ઉધના ખાતે ની બીજી બેકઅપ ટીમ સજ્જ રાખવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂર જેવા પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લો હંમેશા ભારે વરસાદ દરમિયાન પૂરના ઝપેટમાં આવતો હોય છે. આ વખતે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરીને નીચાણવાળા વિસ્તારોમાં સતત વોચ રાખવામાં આવી રહી છે. વલસાડના હનુમાન ભાગડા, દારૂડિયા વોર્ડ અને તારિયા વોર્ડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. નદીઓ કે ખાડીઓના સ્તરમાં વધારો થાય તો સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તમામ જરૂરી સાધન-સામગ્રી અને બોટ સાથે જવાનો સ્ટેન્ડબાય છે.
રાજ્ય સરકાર અને એનડીઆરએફની ટીમો વચ્ચે સતત સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે. કોઈ પણ ઈમરજન્સી પરિÂસ્થતિમાં ઝડપી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સરકારી સૂચનાઓનું પાલન કરવા અને કટોકટીના સમયે સ્થાનિક ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.