સાવરકુંડલામાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ ગણાતા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આગામી તારીખ ૨-૧-૨૬ ના રોજ શુક્રવારે ૩૪૩ માં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના સહયોગથી યોજાનાર આ કેમ્પમાં આંખના રોગોનું નિદાન, સારવાર અને ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી અને કોઠારી અક્ષરમુક્ત દાસજી સ્વામીએ અપીલ કરી છે. ગુરુકુળ દ્વારા વર્ષોથી ચાલતી નેત્રયજ્ઞની આ પરંપરામાં આ ૩૪૩ મો કેમ્પ છે. આ વખતના નેત્રયજ્ઞના દાતા તરીકે નરેન્દ્રકુમાર પોપટલાલ મહેતા (મહેતા બ્રધર્સ, અમદાવાદ) સેવા આપશે.









































