અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ સતર્ક બની હતી. સાવરકુંડલામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી, ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખનાર એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સાવરકુંડલા પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ પાસે પાસ કે પરમિટ વગર વિદેશી દારૂનો જથ્થો હતો. જે આધારે પોલીસે રેઈડ દરમિયાન તપાસ કરતા, વિજયભાઈ જયસુખભાઈ દાવડા (ઉ.વ.૩૩) પાસેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ મી.લી.ની ક્ષમતા વાળી કુલ ૩૪ બોટલ મળી આવી હતી. કુલ કિંમત રૂ. ૩,૯૧૦નો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીએ કોઈ પણ જાતના પાસ કે પરમિટ વગર દારૂનો જથ્થો રાખી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો આચર્યો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી. તે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ  કરી હતી. જિલ્લામાં ૯ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. તેમજ વિવિધ જગ્યાએથી ૧૯ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.