મિડલ ઈસ્ટમાં સંકટ બાદ વિશ્વભરમાં ઈંધણની અછત સર્જાઈ રહી છે. હાલ ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત અને ઓઈલ કંપનીઓને નુકસાનીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દેવાયા છે. ત્યારે હવે અદાણી સીએનજીના ભાવમાં આજથી વધારો કરાયો છે. અદાણી સીએનજી ના બાવમાં ૨.૨૫ રૂપિયાનો વધારો કરાયો છે. પહેલા અદાણી સીએનજી નો ભાવ ૮૩.૭૭ રૂપિયા હતો. જે ભાવવધારા બાદ ૮૬.૦૨ રૂપિયા થઈ ગયો છે.
અદાણી સીએનજીના ભાવમાં ચઢ-ઉતાર
૧ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૬ જુલાઈ, ૨૦૨૩ – ૩૦ પૈસાનો વધારો
૧૬ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૧ ઓગસ્ટ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૨ ઓક્ટોબર, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો
૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ – ૧ રૂપિયાનો વધારો
૩ ડિસેમ્બર, ૨૦૨૪ – ૨૨ પૈસાનો વધારો
૨ જાન્યુઆરી, ૨૦૨૫ – ૧.૫૦ રૂપિયાનો વધારો
૨ ઓગસ્ટ, ૨૦૨૫ – ૧ રૂપિયાનો વધારો
તેના બાદ ૧ જાન્યુઆરી, ૨૦૨૬ મા ભાવમાં ૧.૨૧ રૂપિયાનો ઘટાડો કરાયો
૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ – ૫૦ પૈસાનો વધારો
૨ એપ્રિલ,૨૦૨૬ – ૧.૫૦ રૂપિયાનો વધારો
૧૬ મે, ૨૦૨૬ – ૨.૨૫ રૂપિયાનો વધારો
આ પણ વાંચો
હજી એપ્રિલ મહિનામાં જ અદાણી સીએનજી ના ભાવમાં કરાયેલા વધારા બાદ રીક્ષાચાલકોમાં વિરોધ જાવા મળ્યો હતો. અદાણી વધારા બાદ હવે રીક્ષાના ભાડામાં વધારો થઈ શકે છે. રીક્ષાચાલકોએ રીક્ષા ભાડાના ભાવ વધારાની માંગ કરી છે. રેગ્યુલર ભાડામાં ૨૦ થી ૩૦ રૂપિયાનો વધારો પ્રતિ કિલોમીટર દીઠ કરવાની માંગ રીક્ષાચાલકોમાં કરવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી પણ મોંઘું થતા ગુજરાતના નાગરિકો પર આર્થિક બોજા વધશે. રીક્ષા મુસાફરીની સાથે સીએનજી ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલી તમામ ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે.