શ્રી એચ.એન. વિરાણી હાઇસ્કૂલ બાઢડા ખાતે નશાબંધી અને આબકારી ખાતા અમરેલીના ઉપક્રમે નશાબંધી સપ્તાહ ઉજવાયો હતો. ડી.વાય.એસ.પી. એન.બી. ગોરડિયાએ નશાથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપ્યુ અને જીવનમાં કંઈક બનવાનો નશો કરવાની વાત કરી. વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ લીધા હતા. પોસ્ટર સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરાયા. કાર્યક્રમમાં અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.