પાલનપુરના વીરપુર પંથકમાં એક યુવકે સાસરિયા પક્ષના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વીરપુર નજીકથી અવાવરુ જગ્યાએ ઝાડ પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા મૃતક યુવકે સાસરી પક્ષના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે, કારણ કે અંતિમ પગલું ફરતા પહેલા મૃતક યુવકે સાસરિયાઓ પર આક્ષેપ કરતો એક વીડિયો બનાવ્યો હતો. જેને આધારે પોલીસે સાસરિયાના ૫ લોકો વિરુદ્ધ દૂસ્પ્રેરણની ફરિયાદ નોંધી ૩ લોકોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિગતે વાત કરીએ તો, બનાસકાંઠા પાલનપુરના વીરપુર નજીક એક યુવકનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ રવિ માળી તરીકે થઈ હતી. જેથી પોલીસે તેના મોબાઈલ ફોન તપાસી તેના રહેણાંક સ્થળે જઈને પુરપરછ કરી તો તેણે સાસરી પક્ષના ત્રાસથી આપધાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં મૃતક રવિ માળીએ આત્મ હત્યા કરતા પહેલા બનાયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાની પત્ની સહિત સાસરીયાના લોકો સામે માનસિક ત્રાસ આપતાં હોવાના આક્ષેપ કર્યા છે. મેં મારી પત્નીને અન્ય કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાતચિત કરતા જોઈ હતી. જેથી મેં તથા મારા પરિવારે તેને સમજાવી હતી. જે બાદ તે અમારી નાની છોકરીને મુકીને મને કહ્યા વિના તેના પિયર પહોંચી ગઈ હતી. આમા મારી કોઈ ભૂલ નથી. છતાં મારા સાસરિયાના લોકો મને હેરાન કરી રહ્યા છે. અમે વારંવાર પાલનપુર(સાસરિયે) બોલાવી રહ્યા છે અને મને ‘છુટાછેટા આપી દે નહિતંર મારી નાખીશું’ જેવી ધમકીઓ આપી રહ્યા છે.








































