સાવરકુંડલામાં રહેતા આપાભાઇ ગોલણભાઇ ધાખડા (ઉ.વ.૪૩) એ અમરેલીમાં રહેતા ઇરફાનભાઇ મહમંદભાઇ ખિમાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, ગત તારીખ ૧૩/૦૧/૨૦૨૬ના રોજ ફરિયાદી પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબરઃ GJ-14-BB-9814) લઈને ઓળીયા ગામથી સાવરકુંડલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરખડીયા ગામ પહેલા આવેલા ચેકડેમ પાસે સામેથી આવતી એક સફેદ કલરની આઈ-૧૦ કાર (નંબરઃ GJ-15-AD-0139) ના ચાલકે અચાનક રોંગ સાઈડમાં એન્ટ્રી કરી હતી. આરોપી કાર ચાલકે પોતાની ગાડી બેદરકારીપૂર્વક અને અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે ચલાવીને મોટરસાયકલ સાથે ભટકાવી હતી. આ જોરદાર અકસ્માતમાં બાઈક સવારને જમણા પગે ગંભીર ફ્રેક્ચર થયું હતું. આ મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.