૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કુંકાવાવની વ્રજ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની સહભાગીદારી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રથમ દિવસે જ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં પર્યાવરણ સંવર્ધન પ્રત્યે
જાગૃતિ લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે આચાર્યએ ગ્લોબલ ર્વોમિંગની ગંભીર સ્થિતિ અને તેના નિવારણના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે ગ્લોબલ ર્વોમિંગને ડામવાનો સૌથી ઉત્તમ ઉપાય વધુમાં વધુ વૃક્ષો વાવવાનો છે. આ સાથે જ પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી ‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત’ બનાવવા માટે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ મુજબ ‘એક પેડ મા કે નામ’ પ્રકલ્પ અંતર્ગત દરેક બાળક પોતાની માતાના નામે એક વૃક્ષ વાવે અને તેનો ઉછેર કરે તેવા હેતુથી વિદ્યાર્થીઓને વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ મોવલિયાએ પ્રેરક સંદેશા સાથે પર્યાવરણ દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય દીક્ષિતભાઈ, કૌશિકભાઈ મકવાણા, કેતનભાઈ, સમગ્ર સ્ટાફ અને પ્રતિનિધિ ઉદયભાઈ દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.








































