અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ભવ્ય ‘વિકાસ યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૦૬ જુન ૨૦૨૬, શનિવારના રોજ અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવશે. જેમાં પ્રથમ કાર્યક્રમ સાંજે ૦૪ઃ૩૦ કલાકે સાવર કુંડલા રોડ, પાણીની ટાંકી સામે યોજાશે. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોડ રસ્તા, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટલાઇટની કામગીરીઓ માટે રૂ. ૨૦૫.૬ લાખ ફાળવવામાં આવ્યા છે. જયારે બીજો કાર્યક્રમ ૦૫ઃ૩૦ કલાકે પરેશભાઈ આચાર્યની ઓફીસ સામે યોજાશે. જેમાં અમરેલીના ૩ મુખ્ય માર્ગોને ‘આઇકોનિક રોડ’ તરીકે ડેવલપ કરવા માટે રૂ. ૪૭૨ લાખની કામગીરીનું ખાતમુહૂર્ત કરાશે. આ તમામ કાર્યોથી અમરેલી શહેરની માળખાકીય સુવિધાઓમાં મોટો સુધારો જોવા મળશે અને સ્થાનિક નાગરિકોને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી,
પી.પી. સોજીત્રા તેમજ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ ભુતૈયા, મયુરભાઈ માંજરીયા અને ચેતનભાઈ શિયાળ ખાસ ઉપસ્થિત રહેશે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય અને ચીફ ઓફિસર વિનોદભાઈ સી. રાઠોડ અને નગરપાલિકાના તમામ સદસ્યઓ દ્વારા આ કાર્યક્રમમાં ઉપÂસ્થત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.