અમરેલી વન વિભાગે ચોક્કસ બાતમીના આધારે વડીયા ગામની સીમમાં સફળ ઓપરેશન હાથ ધરીને શિકારની તૈયારી કરતા બે શખ્સો, અરવિંદભાઈ અને રાજુભાઈને રંગેહાથ ઝડપી પાડ્‌યા છે. તેમની પાસેથી સસલાના શિકાર માટે વપરાતા મેવટા અને ગીલોર જેવા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ અગાઉ તેતર પક્ષીઓનો પણ શિકાર કર્યો હોવાની કબૂલાત કરી છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધી વન વિભાગે બંને શખ્સો પાસેથી રૂ. ૨૦,૦૦૦નો દંડ વસૂલ કર્યો છે.
આ કામગીરી વનરક્ષક એચ.ડી. રાખોલિયા, વનપાલ એસ.પી. તેરૈયા અને ટ્રેકર્સની ટીમ દ્વારા કરવામાં આવી હતી.