વડિયા તાલુકાના ખજુરી ગામે ગ્રામજનોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા લોકોના ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ તેમજ વિવિધ પ્રકારના દાખલા સહિતની કામગીરી સ્થળ પર જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, તાલુકા પંચાયત સદસ્ય પતિ હરેશભાઈ રાદડિયા અને ખજુરી ગામના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ અંતર્ગત ગ્રામજનોની રજૂઆતો સાંભળી સંબંધિત સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. ગામમાં જ સરકારી સેવાઓનો લાભ મળતાં ગ્રામજનોને મામલતદાર કચેરી સુધી જવાની મુશ્કેલીમાંથી રાહત મળી હતી.