દામનગરની સહજાનંદ આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ ગણપતિ બાપ્પાની આરાધના કરી હતી. આ પ્રસંગે આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી સમગ્ર મહોત્સવનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન કોલેજ પરિસરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
































