જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ નજીક શાણા-વાંકીયા રોડ પર આવેલા શીતળા માતાજીના મંદિર ખાતે જળઝીલણી અગિયારસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પાછળના રૂપેણ નદીના ડેમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની ઉના શાખા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંતો-મહંતોએ પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો કર્યા હતા. જૂનાગઢ ગુરુકુલના માતૃવાત્સલ્ય સદગુરુ પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી સહિતના સંતોએ ઉપસ્થિત રહી શોભા વધારી હતી. ડેમમાં શણગારેલી હોડીમાં સંતો દ્વારા પૂજા કરવામાં આવી હતી. તરવડા ગુરુકુલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. નાગેશ્રી પોલીસના ઁજીં હડિયા સહિત પોલીસ સ્ટાફ, આગેવાનો, પત્રકારો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
































