લાઠીમાં રહેતા નંદલાલભાઈ ભીમભાઈ પરમાર (ઉં.વ. ૬૦)એ વિપુલભાઈ નંદલાલભાઈ પરમાર અને હેતલબેન વિપુલભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન બંને આરોપીઓ આવ્યા હતા અને જણાવ્યું કે, “અમારે અમારા ઘરનું હલાણ અલગ કરવું છે.” જેથી તેમણે હલાણ અલગ કરવાની ના પાડતાં આરોપીએ ઈંટ વડે માથાના ભાગે મારી બે ટાંકા આવે તેવી ઈજા પહોંચાડી હતી. તેમજ ધોકા વડે ડાબા પગના સાથળ તથા નળા પર મારીને સાથળ પર ત્રણ ટાંકા આવે તેવી ઈજા કરી હતી. ઉપરાંત, બંનેએ ઢીકાપાટુ વડે શરીરે માર મારી મૂંઢ ઈજા પહોંચાડી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.