ભારતીય કુસ્તી સંઘ દ્વારા તમિલનાડુના સેલમ ખાતે અંડર-૧૫ નેશલ રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન ૨૪/૦૨/૨૦૨૬ થી ૦૨/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવેલ હતું. આ નેશનલ સ્પર્ધામાં ભારત દેશના અલગ-અલગ રાજ્યોએ ભાગ લીધેલ હતો, જેમાં ગુજરાત રાજ્યનો પ્રતિનિધિત્વ તરીકે ડીએલએસએસ સોમનાથ એકેડેમી કોડીનાર ગીર સોમનાથના ખેલાડીએ ભાગ લીધો હતો. એકેડેમીના ખેલાડીઓએ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી રાજ્ય અને ગીર સોમનાથ જિલ્લાને ગૌરવ અપાવેલ છે. ખેલાડી ભરવાડ સંજયને ૭૫ કેજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મળેલ છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ એકેડેમીના પ્રમુખ કરશનભાઈ સોલંકી, સ્પોટ્ર્સ ડાયરેક્ટર સંજયસિંહ સોલંકી કુસ્તી કોચ નરેશકુમાર ચૌધરી, આસિસ્ટન્ટ કોચ વિવેકભાઈ તથા ડી.એલ.એસ.એસ વિભાગ તથા સોમનાથ એકેડેમી શાળા પરિવાર અને બ્રોન્ઝ મેડલ મેળવેલ ખેલાડીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.









































